જીવાતી જીંદગી સાથે અલિપ્ત રહેવાની વાત.
વ્યર્થ રીતે વેડફાઈ જતાં જીવતરને વધુ પ્રેમાળ, પરિપક્વ, પ્રાણવાન બનાવી શકાય એવી મંગલ ભાવનાથી લખાયેલું આ એક પ્રામાણિક અને અસરકારક પુસ્તક છે માટે તમારા સહુ સુધી સમજપૂર્વક પહોંચાડ્યું છે.
પુસ્તકમાં જીવનના ગંભીર આયામો વાતચીતની સરળ ભાષામાં રજૂ થયા છે અને આચરણમાં મુકી શકાય એવું સીધું, સરળ જ્ઞાન વાંચકો સમક્ષ છતું થાય છે!
આ સારભૂત પુસ્તક વારંવાર વંચાય, ઝીલાય ને અંતે જીવનમાં ઘૂંટાય એ તમારા હાથમાં છે. અંતમાં તમે વધુ વિકસિત થાવ, તથા આસપાસને અને વિશ્વને વધુ ઉપયોગી નીવડો એ જ અભ્યર્થના!